Welcome to GujaratAffairs.com | Gujarat Affairs Official Site GPSC,UPSC,TET,TAT,BANK EXAMS,STUDY MATERIALS,DOWNLOADS,ONLINE TEST,TIPS,PLANNER,Talati,ALL RESULT AT ONE PLACE,GUJARAT PUBLIC SERVICE COMMISSION GPSC ,UNION PUBLIC COMMISSION UPSC , PANCHAYAT JUNIOR CLERK, GUJARAT UNIVERSITY,MAGAZINES,NEWS,GUJARAT STUDENTS, ROJGAAR SAMACHAR, AND THE BEST SITE FOR PREPARATIONS OF ALL OTHER COMPETITIVE EXAMS Free website for GPSC Exam preparation GPSC Preparation PDF study materials UPSC, Civil Service

મિશન JMC-VMC સ્પેશિયલ ટેસ્ટ નં-16 તેમજ પ્રધાનમંત્રી માતૃ વંદના યોજના (PMMVY) (MPHW / FHW / SI / મુખ્યસેવિકાની ભરતી પરીક્ષાઓ માટે મોસ્ટ IMP)

Mission-JMC-VMC-Special-Test-No-16-as-well-as-Pradhan-Mantri-Matru-Vandana-Yojana-PMMVY-Most-IMP-for-MPHW-FHW-Sanitary-Inspector-SI-Mukhya-Sevika-Recruitment-Examinations-2020-21 Gujarat Affairs Health Questions GujaratAffairs.com

🔥 ટેસ્ટની સાથે આજની યોજના 🤗

🤰 પ્રધાનમંત્રી માતૃ વંદના યોજના (PMMVY) 🤱

    પ્રધાનમંત્રી માતૃ વંદના યોજના ભારત સરકાર દ્વારા ચલાવવામાં આવતા પ્રસૂતિ લાભ કાર્યક્રમ છે. તે 2017 માં રજૂ કરવામાં આવી હતી અને મહિલા અને બાળ વિકાસ મંત્રાલય દ્વારા તેનો અમલ કરવામાં આવે છે. ગર્ભવતી અને સ્તનપાન કરાવતી મહિલાઓ માટે પ્રથમ જીવંત જન્મ માટે 19 વર્ષ કે તેથી વધુ વયની મહિલાઓ માટે આ એક શરતી રોકડ ટ્રાન્સફર યોજના છે.

🔘 Official website: wcd.nic.in/schemes/maternity-benefit-programme

🔘 Launch year: 2010

🔘 Sector: Mother Care

🔘 Status: Merged into National Food Security Act, 2013

🔘 Eligibility: wcd.nic.in/sites/default/files/IGMSYImpGuidelinesApr11.pdf

🔘 Launched by (prime minister): Manmohan Singh

🔘 Ministry: Ministry of Women and Child Development

    ભારત દેશમાં મહિલાઓને જરૂર જેટલો પૌષ્ટિક આહાર મળતો નથી. દેશમાં અડધો અડધ મહિલાઓ ફિકાશવાળી છે જ્યારે ત્રીજા ભાગની મહિલાઓ ક્કુપોષિત હોવાનું જ્જનવા મળ્યું છે. માતા પોતે જ ભૂખમરાથી પીડિત હોય તો નબળા શરીરવાળા બાળકને જન્મ આપે છે. અપૂરતા પોષણવાળી સગર્ભા મહિલાઓના ગર્ભમાં વિકસતા શિશુને જરૂરી પોષણ માતા તરફથી મળતું નથી એના પરિણામે બાળકના શારીરિક વિકાસમાં ભવિષ્યમાં સુધારી ન શકાય તેવી ખામીઓ રહે છે. અને તેથી કરીને જન્મ સમયે પણ બાળકનું વજન ઓછું રહે છે. ગરીબી અને કુટુંબની આર્થિક અવદશાને કારણે ઘણી મહિલાઓને પ્રસુતિના સમય સુધી કામ કરવું પડે છે. જેથી તેમણે જરૂરી આરમાં મળતો નથી. શરીર અશક્ત બને છે, બાળકના પોષણ માટે જરૂરી માત્રામાં ધાવણ બનતું નથી એટલે પોતે તથા બાળ બંનેમાં ખૂબ નબળાઈ આવી જાય છે. આના ઉપાય તરીકે ગર્ભવતી મહિલાઓને તેમજ નવજાત શિશુઓના સ્વાસ્થ્યની ચિંતા કરીને ૨૦૧૩ ના રાષ્ટ્રીય ખાદ્યસલામતી ધારા અન્વયે ભારત સરકારે પ્રધાનમંત્રી માતૃ વંદના યોજના શરુ કરી છે, જેનો અમલ દેશના તમામ જિલ્લાઓમાં કરવામાં આવશે.

📣 હેતુઓ:
1.) પ્રથમ બાળકોનો જન્મ આપનારી માતાને પ્રસુતિ અગાઉ અને બાળકના જન્મ પછીના સમયગાળામાં એ કામ પર ન જાય અને આરામ કરે એ હેતુસર એણે મળનાર મજૂરીની કમાણી જેટલા નાણાં સરકાર તરફથી વળતર રૂપે રોકડમાં આપવા.
2.) સગર્ભા મહિલાઓ અને ધાત્રી મહિલાઓમે રોકડમાં મજૂરી જેટલા નાણાં મળી જ્બાથી એણે જરૂરી આરામ મળી રહે, પરિણામે પોતાનો અને બાળકનો શારીરિક વિકાસ થઇ શકે.

👥 લક્ષિત લાભાર્થીઓ:
1.) કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર કે જાહેક્ષેત્રના એકમોમાં નોકરી કરતી હોય અથવા તો હાલ અમલમાં છે તેવા ધારા-ધોરણો અનુસાર સહાય મેળવતી હોય, તેવી મહિલાઓ સિવાયની બાકીની તમામ મહિલાઓને ગર્ભાવસ્થા દરમિયાન તેમજ બાળકના જન્મ પછી છ મહિના સુધી આ યોજના હેઠળ વારી લેવાશે.
2.) ૨૦૧૭ના જાન્યુઆરીની પહેલી તારીખ પછી પરિવારમાં પહેલાં બાળકને જન્મ આપનારી તમામ સગર્ભા મહિલાઓને અને ધાવણા બાળકની માતાઓને આ યોજનાનો લાભ અપાશે.
3.) લાભાર્થી મહિલાના તબીબી પ્રમાણપત્રમાં દર્શાવેલ માસિક આવ્યાની તારીખ પ્રમાણે ગર્ભાવસ્થાનો કાળ ગણવામાં આવશે.
4.) ગર્ભ અધૂરે પડી જાય અથવા મૃત બાળકનો જન્મ થાય તેવા સંજોગોમાં-
    • યોજનાનો ફક્ત એક વખત લાભ મળી શકશે.
    • ગર્ભ પડી ગયો હોય અથવા મૃત બાળકને જન્મ આપ્યો હોય તેવી મહિલાઓને એ પછીની ગર્ભાવસ્થા વખતે યોજનાનો લાભ મળી શકશે.
    • લાભાર્થીને આર્થીક સહાયનો પહેલો હપ્તો મળી ગયો હોય એ પછીથી ગર્ભ પડી જાય તો એ પછીની બીજી ગર્ભાવસ્થા વેળાએ પહેલો હપ્તો બાદ કરીને બાકીના હપ્તાની સહાય અપાશે. એ જ રીતે જેટલા હપ્તા મળ્યા હોય તેટલા બાદ કરીને બાકીના હપ્તાની સહાય મળી શકશે.

1.) યોજનાના કોઈ લાભાર્થીને સહાયના બધા જ હપ્તા પ્રસુતિ અગાઉ મળી ગયા હોય, એ પછી જો મૃત બાળક જન્મે તો બીજી વખતની ગર્ભાવસ્થા વખતે આ સહાય નહી મળે પરંતુ બાળકના જન્મ પછી ધાત્રી મહિલાઓને અપાતી સહાય મેળવવા હકદાર ગણાશે.
2.) આંગણવાડી કાર્યકર, આંગણવાડી સહાયક અથવા આશા કાર્યકર બહેનો જો બીજી બધી રીતે લાભાર્થી બનવા યોગ્ય હશે તો તેઓને પ્રધાનમંત્રી માતૃવંદના યોજનાના લાભ મળી શકશે.

🤗 યોજનાના ફાયદાઓ:
    • સગર્ભા મહિલાને પ્રસુતિ પૂર્વે અને બાળકના જન્મ પછી તેના શારીરિક વિકાસ માટે ઉપયોગમાં આવે તે હેતુસર કુલ ૫ હજાર રૂપિયા ચૂકવવામાં આવશે. આંગણવાડી કેન્દ્ર અથવા સરકારી દવાખાનામાં નોંધણી કરાવનાર ગર્ભવતી મહિલાને નોંધણી સમયે પહેલો હપ્તો રૂ. એક હજાર મળેશે. ગર્ભ રહ્યાના છ માસ પછી તબીબી તપાસ કરાવતી વખતે બીજા હપ્તાના ૨ હજાર રૂપિયા અપાશે. ત્રીજા હપ્તાના ૨ હજાર રૂપિયા બાળકના જન્મ પછી બાળકને બી.સી.જી, ઓરલ પોલીયો વેક્સીન, ડી.પી.ટી અને હિપેટાઈટિસ-બી – આ સર્વ પ્રકારની રસી આપ્યા બાદ ચૂકવવામાં આવશે.
    • દવાખાનામાં સુવાવડ કરાવનાર મહિલાને જનની સુરક્ષા યોજના હેઠળ જો આર્થિક સહાય આપવામાં આવી હશે તો એ રકમ ગણતરીમાં લઈને સગર્ભા મહિલાઓને ઉપરની રકમ પ્રોત્સાહન તરીકે અપાશે, જે પ્રધાનમંત્રી માતૃવંદના યોજના અનુસાર અપાય છે, એ કુલ મળીને ૬ હજાર રૂપિયા થશે.

📜 યોજના હેઠળ આવતી મહિલાઓની નોંધણી:
1.) યોજનાનો લાભ મળવાપાત્ર હોય તેવી મહિલાઓએ જે-તે રાજ્ય અથવા કેન્દ્રશાસિત પ્રદેશમાં આ યોજનાનો અમલ કરાતો હોય તેવી હોસ્પિટલ, સરકારી દવાખાના અથવા આંગણવાડી કેન્દ્રમાં પોતાનું નામ નોધાવવું જરૂરી છે.
2.) નામ નોંધની કરાવતી વેળાએ મહિલા અને તેના પતિએ ફોર્મ-૧-એ મેળવી, એમાં બધી વિગત દર્શાવી, જરૂરી આધાર પુરાવા સાથે પોતાની વખતે મહિલાના અને તેના પતિના આધાર નંબર, મોબાઈલ નંબર, બેંક અથવા પોસ્ટ ઓફિસનો ખાતાં નંબર આપીને પોતાની અને પતિની સંમતી લેખિતમાં દર્શાવવી પડશે.
3.) રજીસ્ટ્રેશન માટેના ફોર્મની કોઈ ઈમ્મ્ત રાખી નથી, અને આ ફોર્મ આંગણવાડી કેન્દ્ર તથા સરકારી દવાખાનાઓ કે હોસ્પિટલમાંથી મેળવી શકાશે.
4.) યોજનાના લાભાર્થીએ નામ નોંધની કરાવ્યા પછી જ્યાં ફોર્મ આપ્યું હોય ત્યાંથી સ્વીકાર નંબર કે પાવતી મેળવવી રહેશે જે બતાવવાથી યોજનાના વિવિધ હપ્તાની રકમ આપવામાં આવશે.
5.) નામ નોંધની પછી માતા અને શિશુ સુરક્ષા કાર્ડ લાભાર્થીને અપાશે તે પછી આધાર કાર્ડ કે ઓળખના પુરાવા અને બેંક કે પોસ્ટ ઓફીસના ખાતાં નંબરો આપ્યા બાદ યોજનાનો પહેલો હપ્તો મળશે.
6.) ગર્ભાવસ્થાના છ મહિના બાદ ફોર્મ ૧-બી ભરીને માતા અને શિશુ સુરક્ષા કાર્ડની નકલ તેમજ બાળકના જન્મ પૂર્વે થયેલ તબીબી તપાસની રીપોર્ટ આપવાથી યોજનાનો બીજો હપ્તો અપાશે.
7.) બાળકના જન્મ બાદ બાળકને જરૂરી ર્સીઓના ડોઝ આપીને માતા અને શીશી સુરક્ષા કાર્ડની નકલ સાથે ૧-સી ભરી આપવાથી યોજનાનો ત્રીજો હપ્તો આપવામાં આવશે.
8.) જો કોઈ કારણસર ગર્ભવતી મહિલાએ પોતાનું નામ રજીસ્ટર ન કરાવ્યું હોય અને બીજી બધી રીતે એ આ યોજનાનો લાભ મેળવવા યોગ્ય હોય, તો ગર્ભધારણ સમયથી બે વરસ સુધીના ગાળામાં એ આ યોજનાનો લાભ મેળવવા અરજી કરી શકશે. માતા અને શિશુ સુરક્ષા કાર્ડમાં છેલ્લું માસિક આવ્યાની તારીખ ન નોંધાઈ હોય અને લાભાર્થી મહિલા યોજનાનો ત્રીજો-છેલ્લો હપ્તો મેળવવા માંગતી હોય તો બાળકના જન્મ પછી વધુમાં વધુ ૪૬૦ દિવસના ગાળામાં અરજી કરી શકાશે.

💁‍♀ લાભ કોને મળે?
📍 આ યોજનાનો લાભ સગર્ભા / ધાત્રી માતાને ફક્ત પ્રથમ જીવિત બાળ જન્મ સમયે મળવા પાત્ર છે.

💰 કેટલો લાભ મળે?
આ યોજના અંતર્ગત સગર્ભા / ધાત્રી માતાઓને રૂ.૫૦૦૦/-ની સહાય તેમના બેંક / પોસ્ટ ખાતા મારફતે સગર્ભાવસ્થા અને ધાત્રી અવસ્થા દરમ્યાન નીચે દર્શાવ્યા મુજબની ચોક્કસ શર્મો પૂર્ણ કર્યેથી ચૂકવવામાં આવશે.

પ્રથમ હપતો - સગર્ભાવસ્થાની નોંધણી કરાવ્યા બાદ રૂ.૧૦૦૦/-
દ્વિતીય હપતો - ઓછામાં ઓછી એક પૂર્વ પ્રસૂતિ તપાસ (સગર્ભાવસ્થાના છ મહિના પછી), રૂ.૨૦૦૦/-
તૃતિય હપતો - બાળજન્મની નોંધણી કરાવ્યા બાદ (૧૪ અઠવાડિયા સુધીની રસી), રૂ.૨૦૦૦/-

(નોંધઃ સંસ્થાકીય પ્રસૂતિ બાદ સગર્ભા / ધાત્રી માતાને વધારના રૂ.૧૦૦૦/- જનની સુરક્ષા યોજના મારફતે આપવામાં આવશે.)

❓ લાભ કયાંથી મળે?
📍 આંગણવાડી ફોર્મ ભરીને જમા કરાવ્યથી, મહિલા અને બાળવિકાસ વિભાગ

📜 કયા કયા પુરાવા જોઈએ?
📍 • આધાર કાર્ડ
📍 • બેન્ક પાસબુક / પોસ્ટ પાસબુક
📍 • આંગણવાડીમાં નોંઘણી, મમતા કાર્ડની કોપી

🔸 સ્ત્રોત: મહિલા અને બાળવિકાસના વિભાગ

👆 આ રીતે આપણે દરરોજ અલગ-અલગ આરોગ્યની યોજનાઓ તેમજ આરોગ્ય વિષયક કરંટ અફેર્સને લગતી બાબતો વિષે ઓથેન્ટિક સોર્સ દ્વારા અભ્યાસ કરીશું 🔥

🏁 ચાલો હવે આજની મિશન JMC-VMCની સ્પેશિયલ ટેસ્ટ શરૂ કરીએ, સારું લાગે તો તમારા મિત્રો સુધી શેર જરૂર કરજો📲

🔥 મિશન JMC-VMC સ્પેશિયલ ટેસ્ટ નં-16 🔥
👇👇👇

નોંધ: ટેસ્ટ આપ્યાબાદ Submit પર Click કરવું ત્યારબાદ તમારા સાચા જવાબો જોવા આ પેજમાં ઉપર, View Score પર Click કરવું, તેમજ સૌથી વધુ ગુણ મેળવનાર વિદ્યાર્થીઓના નામ આપણી Telegram ચેનલમાં મુકવામાં આવશે.

❓ મિત્રો, JMC-VMC ની પરીક્ષા આવી રહી છે, સમય છે ચકાસવાનો કે શું આપણી મહેનત અને વાંચન યોગ્ય દિશામાં થઈ રહ્યું છે કે નહીં?? 👨‍⚕ એટલા માટે જ તે હેતુથી આપણે દરરોજ એવા 10 પ્રશ્નોની ટેસ્ટનું આયોજન કરીએ છીએ, જે પ્રશ્નો તમને તમારી તૈયારીનો અરીસો બતાવશે, જેથી તમે તે માર્કસના આધારે વધુ વાંચન અને મહેનત દ્વારા પરીક્ષામાં સારા માર્ક્સ સાથે નોકરી મેળવી શકો.

🧲 આપણી દરેક ટેસ્ટમાં એવા પ્રશ્નોનો સમાવેશ કરવામાં આવે છે, જે પ્રશ્નો પુછાવાની શક્યતાઓ વધુ હોય, અગાઉની પરીક્ષામાં પૂછાયેલા હોય તેમજ દરેક ટેસ્ટમાં હેલ્થના દરેક ટોપિકના અલગ-અલગ પ્રશ્નો આવરી લેવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે.

BMC-RMC SPECIAL TEST No.1 → Click Here

BMC-RMC SPECIAL TEST No.2 Click Here

BMC-RMC SPECIAL TEST No.3 Click Here

BMC-RMC SPECIAL TEST No.4 Click Here

BMC-RMC SPECIAL TEST No.5 Click Here

BMC-RMC SPECIAL TEST No.6 Click Here

BMC-RMC SPECIAL TEST No.7 Click Here

BMC-RMC SPECIAL TEST No.8 Click Here

BMC-RMC SPECIAL TEST No.9 Click Here

BMC-RMC SPECIAL TEST No.10 Click Here

BMC-RMC SPECIAL TEST No.11 Click Here

BMC-RMC SPECIAL TEST No.12 Click Here

🔥GPMC ACT MOST IMP 50 MCQs PDF🔥

JMC-VMC SPECIAL TEST No.13 Click Here

JMC-VMC SPECIAL TEST No.14 Click Here

JMC-VMC SPECIAL TEST No.15 Click Here

JMC-VMC SPECIAL TEST No.16 Click Here

🤝 આ ટેસ્ટ તમારા મિત્રો સુધી અને ગ્રુપમાં શેર કરજો, જે ટૂંક સમયમાં આવનારી JMC-VMCની પરીક્ષા આપવાના હોય તેમજ આવનારી MPHW, FHW, SI કે મુખ્યસેવિકાની પરીક્ષાની તૈયારી કરતા હોય.

🎁 દરેક ટેસ્ટનું રિઝલ્ટ બીજા દિવસે આપણી ટેલિગ્રામ ચેનલમાં મુકવામાં આવે છે.

🔥Mission Khakhi🔥

અંતર્ગત આ અઠવાડિયાનું ટેસ્ટ ટાઈમટેબલ, સબ્જેક્ટ વાઈજ મટીરિયલ્સની PDF ડાઉનલોડ કરવા 👇
અમારી ટેલિગ્રામ ચેનલમાં દરેક ટેસ્ટના અપડેટ મૂકવામાં આવશે

New Subject wise Timetable &
free pdf Materials in our
Telegram Channel @GujaratAffairs

Any Queries: 97231 8416178781 86867

Mission-JMC-VMC-Special-Test-No-16-as-well-as-Pradhan-Mantri-Matru-Vandana-Yojana-PMMVY-Most-IMP-for-MPHW-FHW-Sanitary-Inspector-SI-Mukhya-Sevika-Recruitment-Examinations-2020-21 Gujarat Affairs Health Questions GujaratAffairs.com

Gujarat Affairs Daily Test Series

Daily Current Affairs, Subject wise Tests and Upcoming Exam's Mock Test At Free of cost

All Tests are available at: www.GujaratAffairs.com

Any Queries: 97231 8416178781 86867

દરરોજ આવા Online Test આપવા માંગતા હોવ અને આ ટેસ્ટની Answer Keyની PDF મેળવવા માટે નીચેની લિંક પરથી અમારી સાથે જોડાઓ.
     > Telegram ચેનલ: https://t.me/GujaratAffairs
     > WhatsApp ગ્રુપ: https://bit.ly/3iHPj23
     > અમારી વેબસાઈટ: GujaratAffairs.com

To Get Fast Updates on Your Mobile, Join: WhatsApp Group | Telegram Channel

Important: Please always Check and Confirm the above details with the official Advertisement / Notification.
Share to:
Copyright © GujaratAffairs.com :: Official website
DMCA.com Protection Status Creative Commons License
www.GujaratAffairs.com is licensed under a Creative Commons Attribution-NonCommercial-NoDerivatives 4.0 International License.
Based on a work at https://www.gujarataffairs.com/
Permissions beyond the scope of this license may be available at https://www.gujarataffairs.com/contact-us

Back to Top