Welcome to GujaratAffairs.com | Gujarat Affairs Official Site GPSC,UPSC,TET,TAT,BANK EXAMS,STUDY MATERIALS,DOWNLOADS,ONLINE TEST,TIPS,PLANNER,Talati,ALL RESULT AT ONE PLACE,GUJARAT PUBLIC SERVICE COMMISSION GPSC ,UNION PUBLIC COMMISSION UPSC , PANCHAYAT JUNIOR CLERK, GUJARAT UNIVERSITY,MAGAZINES,NEWS,GUJARAT STUDENTS, ROJGAAR SAMACHAR, AND THE BEST SITE FOR PREPARATIONS OF ALL OTHER COMPETITIVE EXAMS Free website for GPSC Exam preparation GPSC Preparation PDF study materials UPSC, Civil Service

કરંટ અફેર્સ / જાણો શું છે! ગિલગિટ-બાલ્તિસ્તાન વિવાદ! 73 વર્ષ પહેલાં એક અંગ્રેજ ફૌજી અફસરની ગદ્દારીને કારણે ભારતે આજે પણ ઝઝૂમવું પડે છે

Gilgit-Baltistan dispute: India still struggles today over betrayal by a British army officer 73 years ago Gujarat Affairs GujaratAffairs.com Current Affairs 2020

🔰 ગિલગિટ-બાલ્તિસ્તાન વિવાદ: 73 વર્ષ પહેલાં એક અંગ્રેજ ફૌજી અફસરની ગદ્દારીને કારણે ભારતે આજે પણ ઝઝૂમવું પડે છે

➡️ પાક. કબજા હેઠળના કાશ્મીરથી આ વિસ્તારને હેતુપૂર્વક અલગ રાખ્યા બાદ પાકિસ્તાને હવે ગિલગિટ-બાલ્તિસ્તાનને સ્વાયત્ત પ્રાંતનો દરજ્જો આપી દીધો
➡️ 3.5 લાખ કરોડના CPEC પ્રોજેક્ટની સલામતી ખાતર ચીન પણ આ વિસ્તાર પર ભારતનો હક નાબૂદ કરવા પ્રયત્નશીલ

🔐 સમગ્ર વિવાદનાં મૂળિયાં આઝાદી વખતનાં છે, જ્યારે કાશ્મીરના મહારાજાનો પ્રદેશ અંગ્રેજ અધિકારીએ બારોબાર પાક.ને વેચી દીધો હતો

♻️ પાકિસ્તાને હાલમાં જ પોતાના કબજા હેઠળના કાશ્મીર (PoK)ના ગિલગિટ-બાલ્તિસ્તાન તરીકે ઓળખાતા સ્વાયત્ત વિસ્તારને પાંચમા પ્રાંત તરીકે કામચલાઉ માન્યતા આપી છે અને એ રીતે એને પોતાની સરજમીનનો હિસ્સો ગણાવી વૈશ્વિક સ્તરે નિર્વિવાદી સાબિત કરવાની ચેષ્ટા કરી છે. ભારતે અલબત્ત, પાકિસ્તાનના આ પ્રયાસનો જોરશોરથી વિરોધ કર્યો છે તેમજ PoK સહિત ગિલગિટ-બાલ્તિસ્તાન પ્રદેશ પર ભારતની માલિકી હોવાનો દૃઢ પુનરોચ્ચાર કરીને આ વિસ્તાર ખાલી કરવા પાકિસ્તાનને કહ્યું છે. આમ છતાં પાક. સરકારે ગિલગિટ-બાલ્તિસ્તાનને પ્રાંત બનાવીને વજીર ચાલ ખેલી છે, જેમાં પડદા પાછળ ચીનનો દોરીસંચાર હોવાનું સ્પષ્ટ છે.

❓ ક્યાં આવ્યું ગિલગિટ-બાલ્તિસ્તાન?
➡️ સૌ પહેલા તો એ સમજવું જરૂરી છે કે પાક. કબજા હેઠળનું કાશ્મીર (PoK) અને ગિલગિટ-બાલ્તિસ્તાન એ બંને એક હોવા છતાં અલગ છે. કઈ રીતે અલગ છે એ સમજવા માટે ફ્લેશબેક જોઈએ...

➡️ આશરે 72 હજાર ચો. કિમી વિસ્તાર ધરાવતો આ સમગ્ર પ્રદેશ બાલ્તિસ્તાન તરીકે ઓળખાય છે અને ગિલગિટ એનું મુખ્ય શહેર હોવાથી બંનેના સંયુક્ત નામે પણ ઓળખાય છે.
ઉત્તર દિશાએ અફઘાનિસ્તાન, પશ્ચિમે ખૈબર પખ્તુન અને ઉત્તર-પૂર્વમાં ચીનના શિનજિયાંગ સાથે ભૂમાર્ગીય જોડાણ ધરાવતો આ પ્રદેશ વ્યુહાત્મક રીતે બહુ જ ઉપયોગી ગણાય છે. આશરે સાડાચાર કિલોમીટરની કારાકોરમની પહાડી પછી એની સરહદથી રશિયા પણ નજીક થાય છે.
કાશ્મીરના મહારાજા હરિસિંહે આરંભે ખાસ્સોએવો વિલંબ કર્યા પછી મોડે મોડે ભારત સાથે જોડાણખત કર્યું, એ સાથે મહારાજાના કબજા હેઠળનો દરેક વિસ્તાર ભારત સાથે જોડાયેલો ગણાય. એ હિસાબે ભારતનો આ વિસ્તાર પર દાવો કાનૂની દૃષ્ટિએ એકદમ યોગ્ય છે.

📛 PoKમાં છે છતાં નથી
➡️ કાશ્મીરના ભારત સાથેના જોડાણ પછી તરત પાક. પ્રેરિત હિંસક કબાઈલીઓએ કાશ્મીર પર આક્રમણ કર્યું અને કાશ્મીર મહારાજાના કબજા હેઠળનો કેટલોક પ્રદેશ બથાવી પાડ્યો.
તત્કાલીન યુદ્ધવિરામ સમયે એ પ્રદેશ પાકિસ્તાન પાસે હતો, એટલે તે પાક. કબજા હેઠળના કાશ્મીર (PoK) તરીકે ઓળખાયો.

➡️ ભૌગોલિક દૃષ્ટિએ ગિલગિટ-બાલ્તિસ્તાન PoKનો જ હિસ્સો છે, પરંતુ તેનો કેસ અલગ પડે છે અને દુનિયાની નજરે પણ એ અલગ જ લાગે એ માટે 1947થી પાકિસ્તાને પૂરતી તકેદારી રાખી છે.

For two thousand years, foreign invaders like Saka, Hun, Ghazni, Ghori have been invading India in this way. Gujarat Affairs GujaratAffairs.com Current Affairs 2020
બે હજાર વર્ષથી આ માર્ગે જ શક, હુણ, ગઝની, ઘોરી જેવા વિદેશી આક્રમકો ભારત પર ચડાઈ કરતા રહ્યા છે.

🧐 તો શું છે ગિલગિટ-બાલ્તિસ્તાન?

➡️ કાશ્મીરના મહારાજા ગુલાબસિંહના સમયમાં તેમના ડોગરા સેનાપતિ જોરાવરસિંહે ઝનૂની કબાયલીઓને હરાવીને આ બંજર, વેરાન, પહાડી વિસ્તાર પર કબજો મેળવ્યો હતો. આ વિસ્તાર પર કબજો હોવાથી વાયવ્ય ખૂણેથી આવતાં તમામ આક્રમણોને ખાળવાનું આસાન રહેતું હતું.
➡️ ઈસ. પૂર્વે શક-હુણ જેવી હિંસક જાતિઓથી માંડીને ગઝનવી, ઘોરી સહિતના મોટા ભાગના વિદેશી હુમલાખોરો આ રસ્તે જ ભારતમાં પ્રવેશ્યા હોવાથી અંગ્રેજોએ તેના વ્યૂહાત્મક મહત્ત્વને બરાબર પારખ્યું હતું અને મહારાજા હરિસિંહ પાસેથી આ પ્રદેશ લીઝ પર મેળવીને ત્યાં સઘન ચોકીપહેરો બેસાડ્યો હતો. ગિલગિટ સ્કાઉટ્સ તરીકે ઓળખાતું વિશેષ પહાડી દળ અહીં તહેનાત થયેલું રહેતું હતું.
➡️ અંગ્રેજોએ જ્યારે ભારત છોડવાની હિલચાલ આદરી ત્યારે ગિલગિટ-બાલ્તિસ્તાન પરની પોતાની લીઝ રદ કરીને એ પ્રદેશ મહારાજા હરિસિંહને પરત કરી દીધો. મહારાજાએ પોતાના સૈન્યના બ્રિગેડિયર ધનસુરસિંહને અહીંના ગવર્નર બનાવીને કબજો સંભાળી લીધો.
➡️ અલબત્ત, બ્રિગેડિયર ધનસુરસિંહના હુકમ હેઠળની ફોજ તો મુખ્યત્વે બ્રિટિશકાળના ગિલગિટ સ્કાઉટ્સની જ બનેલી હતી, જેમાં તમામ મુખ્ય અધિકારીઓ અંગ્રેજ હતા.
➡️ 1947માં હરિસિંહે 31 ઓક્ટોબર, 1947ના રોજ ભારત સાથે જોડાણખત કર્યું એ સાથે ગિલગિટ-બાલ્તિસ્તાન સહિતનો કાશ્મીરનો તમામ પ્રદેશ ભારતમાં ભળી ગયો.
➡️ પરંતુ કબાઈલીઓના આક્રમણના પગલે ફેલાયેલી અરાજકતાનો લાભ લઈને ગિલગિટ સ્કાઉટ્સના અંગ્રેજ મેજર ડબલ્યુ.એ.બ્રાઉને બળવો કરીને ગવર્નર ધનસુરસિંહની ધરપકડ કરી દીધી અને પોતાને આ વિસ્તારના ગવર્નર ઘોષિત કરી દીધા.
➡️ ગિલગિટથી શ્રીનગર વચ્ચેનો સમગ્ર પ્રદેશ (આજનું PoK) એ વખતે કબાઈલીઓના તાબામાં હતું એટલે ભારતીય સૈન્ય આ બળવાખોરી ડામી શક્યું નહિ. એ દરમિયાન મેજર બ્રાઉને પાક. સેનામાં ફરજ બજાવતા પોતાના અંગ્રેજ મિત્ર કર્નલ રોજર બેકનને સાધીને ગિલગિટ-બાલ્તિસ્તાનનું પાકિસ્તાન સાથેનું જોડાણ કરી દીધું, એ સાથે અહીં પાકિસ્તાની પરચમ ફરકવા લાગ્યો, જે આજ સુધી જારી છે.

Joravar Singh (1784-1841), the general of Dogra king Gulab Singh, conquered Gilgit besides Ladakh. The Indian Army also salutes his statue in Jammu every year. Gujarat Affairs GujaratAffairs.com Current Affairs 2020
ડોગરા રાજા ગુલાબસિંહના સેનાપતિ જોરાવરસિંહ (1784-1841)એ લદાખ ઉપરાંત ગિલગિટ પણ જીત્યું હતું. જમ્મુસ્થિત તેમની પ્રતિમાને ભારતીય સૈન્ય પણ પ્રતિ વર્ષ સલામી આપે છે.

😏 ચીનનો ઈશારો, પાક.નું કારસ્તાન

➡️ કબાઈલીઓના આક્રમણ પછી વાસ્તવિક અંકુશરેખા અંકાઈ ત્યારથી કાશ્મીરનો એક હિસ્સો PoK તરીકે ઓળખાય છે અને એને વિવાદાસ્પદ ક્ષેત્ર માનવામાં આવે છે.
➡️ ગિલગિટ-બાલ્તિસ્તાન પણ એ જ વિસ્તારનો હિસ્સો હોવાથી એના પર પણ ભારત પોતાનો દાવો કરે છે, પરંતુ પાકિસ્તાને 1947થી ફક્ત આટલા વ્યૂહાત્મક વિસ્તારને ઈસ્લામાબાદના સીધા અંકુશ હેઠળ રાખ્યો હતો, જેથી તે PoKનો હિસ્સો ન ગણાય.
➡️ ચીન હવે પાકિસ્તાનનો મોટો ભાઈ બન્યું છે અને 3.5 લાખ કરોડ રુ.ના રોકાણથી ચીન-પાકિસ્તાન ઈકોનોમિક કોરિડોર (CPEC) બનાવી રહ્યું છે, જે પાકિસ્તાનના ગ્વાદર બંદરથી છેક ચીનના શિનજિયાંગ સુધી પહોંચે છે. એ પૈકીનો છેવટનો માર્ગ ગિલગિટ-બાલ્તિસ્તાનમાંથી પસાર થાય છે.
➡️ જો ભારત આ વિસ્તારને વિવાદાસ્પદ ગણાવતું રહે તો ચીનની અતિ મહત્ત્વાકાંક્ષી યોજના જોખમમાં મુકાય. આવું થતું ટાળવા માટે ચીનના ઈશારે પાક. આ પ્રાંતને સ્વાયત્ત રાજ્યનો દરજ્જો આપીને દુનિયાની નજરમાં PoKથી અલગ અને પાકિસ્તાનની સરજમીન તરીકેની ઓળખ આપવાનો પ્રયાસ કરે છે, જેથી ભારતનો દાવો મોળો પડી જાય.

To Get Fast Updates on Your Mobile, Join: WhatsApp Group | Telegram Channel

Important: Please always Check and Confirm the above details with the official Advertisement / Notification.
Share to:

Blogger Tutorials

Copyright © Gujarat Affairs
DMCA.com Protection Status Creative Commons License
www.GujaratAffairs.com is licensed under a Creative Commons Attribution-NonCommercial-NoDerivatives 4.0 International License.
Based on a work at https://www.gujarataffairs.com/
Permissions beyond the scope of this license may be available at https://www.gujarataffairs.com/contact-us

Back to Top